ચેરિટેબલ ટ્રસ્ટ (ફેડરેશન) ટ્રસ્ટના ઉદ્દેશો (હેતુઓ)

  • રાજ્યમાં કે રાજ્યબહાર તથા પરદેશમાંનોકરી ધંધાર્થે વસતા સમાજના ભાઈઓ તથા હેનોને સંગઠિત કરવા અને તેમનામાં ભાતૃભાવના પેદા કરવી. સંસ્થા દરેક સભ્ય તથા તેમના પરિવાર સાથે એક સેતુ તરીકે કામ કરશે.
  • સમાજના સામૂહિક ઉત્કર્ષ અને ઉન્નતી માટેના પ્રયાસો તે આર્થિક, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક તેમજ આરોગ્ય વિષયક મદદ થાય તેવી પ્રવૃત્તિઓ કરવા અને સ્વૈચ્છિક સંસ્થા તરીકે કામગીરી કરવી.
  • સમાજના ભાઈ, બહેનો, યુવાનો બાળકો માટે રમત ગમત પ્રવત્તિ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, પ્રવાસોનું આયોજન તથા શૈક્ષિણક માર્ગદર્શન, કારકિર્દી માર્ગદર્શન, વ્યવસાય લક્ષી મર્ગદર્શન, કેન્દ્રોનું સંચાલન કરવું.
  • સમાજના પ્રગતિશીલ ખેડૂતોને ખેતીલક્ષી વ્યવસાયલક્ષી આધૂનિક પદ્ધતિએ ખેતી વિકાસ માટેના માર્ગદર્શન શિબિરો તથા પ્રવાસોનું આયોજન કરવું, ખેતી અંગે તાલીમ, બગાયત, ટપક પદ્ધતિ, ચેકડેમ વગેરે પ્રવૃત્તિઓ કરવી કરાવવી.
  • સમાજના ભાઈ- બહેનો તથા વિદ્યાર્થી ભાઈ- બહેનો માટે શૈક્ષિણક સુવિધાઓ માટે શાળા, કોલેજ, હોસ્ટેલની સુવિધાઓ ઊભી કરી સંચાલન કરવું. સમાજ ભવન-વાડી, વૃદ્ધાશ્રમ વગેરે પાયાની સગવડો ઊભી કરવી તથા સંચાલન- માર્ગદર્શન કરવું, અને તેના સંચાલન માટે કર્મચારીઓની ભરતી/ નિમણૂકો કરવી.
  • સમાજના રૂઠિગત પ્રણલિકાઓ, ભાષા (બોલી) અને સંસ્કૃતિનો નાશ થતો અટકાવી તેના રક્ષણ અને જતન માટે પ્રયાસો કરવા, સમાજમાં વ્યાપપ્ત કુરિવાજો નાબૂદ કરવા પ્રયાસો કરવા તથા સમાજ બિનસાંપ્રદાયિક રાષ્ટ્રીય પ્રવાહમાં ભળીને ઉન્નત મસ્તકે જીવી શકે તેવી પરિસ્થિનું નિર્માણ કરવા પ્રયત્ન કરવા.
  • સમાજના ભાઈ બહેનોમાં જ્ઞાનની સાથે સાથે શૈક્ષિક પ્રગતિ, સમાજિક પ્રગતિ વિકાસ અને સુધારા અંગે બહોળા પ્રચાર-પ્રસાર માટે જરૂરી પગલાં ભરવા પુસ્તકાલયો શરૂ કરવા સમાજ મારફતે સમાજનું માનસિક છ-માસિક અથવા વાર્ષિક મુખપત્ર શરુ કરવું. કારોબારી નક્કી કરે તે લવાજમ રાખવું.
  • સમાજના લોકોને જીવન જરૂરિયાતની તેમજ સાહિત્ય સ્ટેશનરી જેવી ઈતર ચીજ વસ્તુઓ પુરી પાડવા તથા છાપકામ છાપી આપવા કો-ઓપરેટિવ ધોરણે પ્રિન્ટિંગ પ્રેસ, કન્ઝુમર્સ સ્ટોર્સ, કેન્ટિન, પટ્રોલ-ગેસ એજન્સી, દવાની દુકાન, ખેતીવાડીના સાધનો, ખાતર ડેપો, બિયારણ, વ્યજબી ભાવનીદુકાન વગેરે ચલાવવા. આ કામે કર્મચારીઓની ભરત/ નિમણૂંકો કરવી.
  • રાજ્ય તથા કેન્દ્ર સરકારશ્રીના શૈક્ષણિક, આરોગ્ય, આર્થિક અને સામાજિક ઉત્કર્ષ માટેનું કોઈપણ અનુદાન મેળવી શકશે.
  • સમાજથી દૂર નોકરી ધંધાર્થે શહેરો-નગરોમાં વસતા જાતિ બંધુઓને મળવાનું માધ્યમ ન હોવાથી એકબીજાની સાથે હળીમળી શકતા નથી તો આ ફેડેરશન દરેક સભ્યો તથા તેમના પરિવારજનોનાં સેતુ તરીકે તરીકે કામગીરી કરશે.
  • ચેરિટેબલ ટ્રસ્ટ (ફેડરેશન) દ્વારા વર્ષમાં એકવાર રોટેશન મુજબ જુદાજુદા શહેરોમાં તાલુકા અથવા જિલ્લામાં કક્ષાએ સ્નેહ સંમેલન રાખવામાં આવશે, જેના દ્વારા સભ્યો તેનાં પરિવાર સાથે અન્ય સભ્યોને મળી શકશે જે તેમનાં સામાજિક અને વ્યવહારિક સંબંધો વધારશે.
  • આ ચેરિટેબલ ટ્રસ્ટચ (ફેડરેશન) સમાજનાં દરેક ભાઈ-બહેનોનાં આર્થિક અને સામાજિક હકોનું રક્ષણ કરશે અને જરૂરી પડે યથાયોગ્ય સમયે ભારતના બંધારણીય હકોની રૂએ તેમને મદદરૂપ થવા તત્પર રહેશે.
  • ચેરિટેબલ ટ્રસ્ટ (ફેડરેશન) દ્વારા વાર્ષિક સ્નેહ સંમેલનમાં સમસ્ત દક્ષિણ ગુજરાત ચૌધરી સમાજમાં ધોરણ -10 અને ધોરણ 12, મેડિકલ એન્જિનિયર, એમ.ફીલ, પી.એચ.ડી, જેવા વાર્ષિક પરિણામોને આધારે તેજસ્વી તારલાઓને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવશે, જે બાબત ચેરિટેબલ ટ્રસ્ટ (ફેડરેશન)ની નાણાંકિય સ્થિતિ જોઈ કારોબારી દ્વારા નક્કી કરવામાં આવશે.
  • સમસ્ત દક્ષિણ ગુજરત ચૌધરી સમાજમાંથી વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વિશિષ્ટ વ્યક્તિઓનું ચૌધરી સમાજ રત્ન પુરસ્કારથી સન્માન કરવામાં આવશે.
  • સમાજનાં શિક્ષિત બેકાર યુવક-યુવતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ અન્ય બાબતો અંગે માર્ગદર્શન કેમ્પો શરૂ કરશે. તથા કોચિંગ સેન્ટરો પણ ચાલશે. ધંધાકીય રોજગાર માટે તાલિમ આપવી, બેરોજગારોને રોજી મળે તેવી તકો પૂરી પાડવી.
  • ચેરિટેબલ ટ્રસ્ટ (ફેડરેશન)ના સફળ સંચાલન માટે પગારદારોની નિમણૂંક કરશે. અને તેના નિયમો બનશે.
  • કુદરતી-માનવસજિર્ત આપત્તિઓમાં સમાજના બાંધવોને યથાયોગ્ય મદદનો પ્રબંધ કરવો.
  • આ ચેરિટેબલ ટ્રસ્ટ (ફેડરેશન) તદ્દન બિનરાજકીય ધોરણ (Govern by the Member for the Member of the Member) સભ્યો વડે, સભ્યો માટે, સભ્યોથી ચાલતી જાહેર સંસ્થા તરીકે કામ કરશે. હોદ્દેદારો અગર તેઓના સગા-સંબંધીઓ આ ચેરિટેબલ ટ્રસ્ટ (ફેડરેશન)માંથી સીધો અંગત આડકતરી રીતે કોઈ લાભ લઈ શકશે નહીં. આ ચેરિટેબલ ટ્રસ્ટ (ફેડરેશ)નો ઉપયોગ માનવીય મૂલ્યોનાં વિકાસ અને જતન માટે થશે. જેનો લાભ સમસ્ત દક્ષિણ ગુજરાત ચૌધરી સમાજ-જાતિના લોકો લઈ શકશે.
  • આ ચેરિટેબલ ટ્રસ્ટ (ફેડરેશન) રાજ્ય, દેશ, પરદેશમાં સમાન ઉદ્દેશો, હેતુઓ ધરાવતા મંડળો/ સંસ્થાઓનો સાથ સહકાર સાધી શકશે, તેમની સાથે જોડાણ કરી શકશે.
  • આ ચેરિટેબલ ટ્રસ્ટ (ફેડરેશન) નહીં નફો, નહીં નુકસાનનાં ધોરણે આર્થિક ઉત્કર્ષની કામગીરી બજાવશે.
  • માદરે વતનના વિકાસની યોજનાઓ ઘડશે અને તેનું સંચાલન કરશે.
  • પર્યટન, વિકાસ સાધક સ્પર્ધાઓ, જાહેર વ્યાખ્યાનો ગોઠવી સામાજિક, શૈક્ષિણક આરોગ્ય અને આર્થિક ઉત્કર્ષની પ્રવૃત્તિઓને ઉત્તજેના આપશે.
  • બિલ/ એપ્લીકેશન કલેકશન સેન્ટરો ચલાવવા.
  • સમાજના લોકોને વ્યસનમૂક્ત કરવા.


ઉપરોક્ત ધ્યેય પાર પાડવા માટે મહત્વની જણાય તેવી તમામ પ્રવૃત્તિઓ આ ચેરિટેબલ ટ્રસ્ટ (ફેડરેશન) કરશે.