સમાજના લોગો વિષેઃ

સમાજના લોગો માં છ(૬)જેટલા જુદા જુદા નીચે મુજબ ના ચિત્રો છે. અને વચ્ચે સ્વસ્તિક છે. અને બેકગા્ઉન્ડમાં ગુજરાતનો નકશો છે. અને કલર આછો ગેરો છે. બાજુ માં પગલા છે.
  • ૧.ડોવડું અને નાચણું
  • ૨.આયા
  • ૩.જુવાર નુ કણસલું
  • ૪.ખેડ કરતો ખેડુત
  • ૫.ઘુમટું
  • ૬.માટીનો ધોડો
  • ૭. સ્વસ્તિક
  • ૮.ગુજરાત નો નકશ
  • ૯.આછો ગેરો રંગ
  • ૧૦.પગલાં

૧.ડોવડું અને નાચણું

જે રીતે દરેક સમાજના ખાસ વાધો હોય છે. તેમ ડોવળું એ ચૌધરી સમાજનુ ખાસ વાધ છે.કોઈ પણ તહેવાર કે શુભ પ્રસંગ હોય તો ડોવડું અવશ્ય વગાડે છે. આદિવાસી ચૌધરીની ઓળખ છે. જે કુદરતી વસ્તુઓમાંથી જાતેજ બનાવવા માં આવે છે. જેમાં વાંસના બે લાંબા ટુકડા-મોટી દુધીના બે સુકાયેલા તુંબડા-તાડના પાંદડા-દોરી-પીપા-મોરના પીછા વવેરે નો ઉપયોગ થયેલ હોય છે. જે વગાડનાર ને ફુંક મારવી પડે છે.વગાડવાની કારીગરી એવી છેકે વગાડનાર સતત ફુંક માયાઁ કરે છે. બધા પાસે આવી ક્ષમતાનથી હોતી ફુંક મારવામાં સાતત્ય જાળવવું અને તેપણ કલાકો સુધીએ ખુબ મોટી કળા ગણાય વગાડનાર મોઢે થી ફુંક મારે છે. આનો અવાજ ખુબ દુર સુધી સંભળાઈ છે. નાનુ ગામ હોઈ તો લગભગ આખા ગામમાં સંભળાઈ છે. શિયાળા ની રાત્રી ઓમા તો ક્યારેક બીજા ગામે પણ સંભળાઈ છે.ઓના અવાજમાં ભાષા હોય છે.અન્ય સાથી ને કે ગામ લોકો ને કોઈ મેસેજ આપવો હોય તો તે પણ હોય છે.ભાષા જાણતા હોય તે તરત જ તે જાણી જાય છે. ધણીવાર-ફટાણા-કહેવતો-કે ગુસ્સાનો અહેસાસ થાય તેવી વાતો પણ હોઈ છે. અને ડોવડુ વાગે એટલે ચૌધરીના પગ થનગને છે. અને સંદ લાવે છે,એટલે કે ઝુમવાનું "નાચવાનુ" મન થાય છે.અને લોકો ડોવડા સાથે મુક્ત પણે પોત પોતાની સ્ટાઈલમાં/મસ્તી માં નાચે છે. આનંદ કરે છે.પુરૂષો સાથે ઝાંઝા(મંજીરા મોટા) વગાડે છે. અને હવીરા લાકડી કે જેમાં લોંખડ પટીઓની માછલી આકારની નાની પટીઓ હોય છે.જે જમીન પર અથડાવાથી સુરીલો ધુધરા જેવા અવાજ થાય છે. તે લઈને કતારમાં લઈ બધ્ધ-એકશન સાથે નાચે છે.જ્યારે સ્ત્રીઓ એકબીજાના હાથ કેડમાં પરોવીને હાર(લાઈન) બનાવી કદમ મિલવી ને લય બધ્ધ નાચણુ(ફોકડાન્સ) કરે છે. હોળી જેવા તહેવાર પર જાતની વેશભુષા સાથે અને પશુ-પંખીઓ ના લાકડા ના આકાર બનાવી તે સાથે પુરૂષો નાચ કરે છે. અને નાચણાં સાથે કિકિયારીઓ પાડે છે. આમ ચૌધરી સમાજ ના ઘણા બધા જુદા જુદા વાધો જેવા કે તારપુ-દેવડોડી-નરહીલુ-તિંદરુ-ધાંધલુ-પીહીવો વગેરે છે. પરંતુ તેમાં મુખ્ય વાઘ ડોવડું છે.

૨.આયા

આયા શબ્દ કશુંક સૂચવે છે. મુળ કઈ ભાષનો હશે તે એક સંશોધનનો વિષય છે. પણ ગુજરાતીમાં આયા એટલે-બાળકો ની સંભાળ રાખવા માટે જે સ્ત્રીને રાખવા મા આવે છે. તેને આયા કહે છે. ચૌઘરી ભાષામાં આયા એટલે માતૃશ્રી-માતા-મમ્મી-જેને ચૌધરી જાતિના ધરણા-તેમજ-પરંપરાગત વેશભૂષા ધારણ કરેલ છે. માતાના માતૃશ્રીને ધરડુ આયા કહે છે. તેનાથી આગળ પોટી કહે છે. મરાઠીમાં માતા ને આઈ કહે છે. વસાવા જાતી મા પણ ઈયાણ કહે છે.

3.જુવારનું કણસલુ

જુવાર એ ધાન છે.ખેતરમાં જુવાર નો પાક થાય ત્યારે લીલા વાંસ જેવા છોડ પર ટોચ ઉપર જુવાર નુ કણસલું(ડોડો) હોય છે. જુવાર ને ચૌધરી લોકોએ કણી-કન્સરી નું રૂપ પણ ગણેલ છે. એટલે કે અન્ન દેવી-શુતધ્ધ ભાષામાં અન્નપુણાઁ માતા આદિવાસીઓ પ્રકૃતિના પૂજક છે. એટલે કે અન્ન દેવી-શુઘ્ધ ભાષામાં અન્નપૂણાઁ માતા આદિવાસીઓ પ્રકૃતિના પૂજક છે. એટલે કે સાક્ષાત દેવો(દ્રષ્યમાન) જેવા કે સુયૅચંદ્ર,પવૅત-નદીનાળા-ઝાડો-પાકો વિગેરેના પૂજક છે. તેમાં આ જુવારનો પણ સમાવેશ થાય છે. જોકે એમાં ડાંગર-ચણા-વાલ-વટાણા-નાગલી-તુવેર-અળદ વિગેરે નો પણ સમાવેશ થાય છે. પણ જુવાર ને વઘુ મહત્વ આપવામાં આવે છે. કારણ કે ચૌધરી ઓ નો જુવારનો રોટલો મુખ્ય ખોરાક છે. તેની સાથે ભાત ખરા પણ મુખ્યત્વે જુવારનો વપરાશ થાય છે. જુવાર ના લોટમાંથી જાત જાતની વાનગીઓ પણ બને છે. આધુનિક જમાનામાં કાચી જ ઉતારેલ જુવાર નો "પૌંક" પ્રચલિત છે. ખાસ કરીને સુરતમાં તે વધુ પ્રખ્યાત અને લોકપ્રિય છે. જુવાર ચોમાસુ પાક છે. જોકે હવે શિયાળુ/ઊનાળુ પણ જ્યાં સિંચાઈ ની વ્યવસ્થા છે. ત્યાં થાય છે. જુવાર ની દર વષૅ વાવણી થાય-કાપણી થાય-તાપણી થાય (જુવાર સાચવવા અને પોંક પાડવા)અને ખેડુત ની ઉમંર ઘટતી જાય પણ કુદરતની આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. જુવાર ની કાપણી વખતે પ્રથમ દેવ ને કણસલુ અથવા જુવાર ચઢાવવામાં આવે છે.

૪.ખેડ કરતો ખેડુત

આપ સૌ જાણો છો તેમ ખેડૂત એ જગતનો તાત છે. ધરતી ને પાક ઉગાડે છે.અને માનવમાત્ર ને અનાજ-ખાવાનું પુરુ પાડે છે.ચૌધરી સમાજ નો મુખ્ય વ્યવસાય-ધંધો ખેતી છે.જંગલ વિસ્તાર માં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. ખેતી આ સમાજનું આજિવિકાનું સાધન છે. ચૌધરીનો અથઁ પણ કદાચ "જમીન ધારણ કરનાર"એવો થાય છે. અન્ય રાજ્યોમાં મુખી કે જમીનદાર એવો અન્ય રાજ્યોમાં મુખી કે જમીનદાર એવો અથઁ કરવામાં આવે છે.

૫.ઘુંમટું

ઘુંમટું એટલે મૃત વડવાઓનુ રહેવાનુ ઘર દરેક સમાજમાં દરેક સંસ્કાર ની જુદી જુદી રીતો હોય છે. ચૌધરી સમાજમાં માણસ મૃત્યું પામે ત્યારે અગ્નિદાહ દેવામાં આવે છે. બીજા દિવસે દાડો-પાણી ની વિધી આવે છે.ત્યાર બાદ ચોથા દિવસે ખત્રાની વિધી આવે છે. સાદી ભાષામાં કહીએ તો ખત્રુ એટલે મૃત આત્માની પ્રાણ પ્રતિષ્ઠા વિશે કે જેમાં નદીમાંથી સુંદર લીલો પથ્થર વિધીસર લાવવામાં આવે છે. અને ખત્રા ના દિવસે મૃત વ્યક્તિના કુટુંબીજનો ભેગા થઈ-રડ-કોકડ સાથે અને દેવડોવડી સાથે નાચણા સાથે એ પથ્થરમાં મૃત આત્માને થામવામાં-બેસાડવામાં આવે છે.એટલે કે પ્રાણ પ્રતિષ્ઠા ની જેમ વિધિ કરવામાં આવે છે. અને છેવટે એને ગામની બહાર સીમાડામાં નિયત થયેલ જગ્યા પર ધુંમટું એટલે કે મૃત આત્માનું ઘર મુકવામાં આવે છે.
ઘુમટનો આકાર મંદિરના ઘુંમટ જેવો છે. તે માટી માંથી બનાવેલ હોય છે. ઉપર અમુક પ્રકારના લવિચિત્ર આકારના વણાંકથી ડીઝાઈન બનાવેલ હોય છે. સામાન્ય રીતે સફેદ ચૂનાથી રંગે છે. પરંતુ હવે કલર પણ કરવામાં આવે છે. અંદર પોલાણ હોય છે. અને એક નાની બારી હોય છે. ખત્રાના પથ્થરને વચ્ચે મુકીને ઉપર ઘુમટું મુકી દેવામાં આવે છે. દરેક તહેવારે તથા વરસમાં એક વાર અવશ્ય પૂજા કરવા કુટુંબીજનો ત્યાં જાય છે.

૬. માટીનો ઘોડો

ઘોડો એશક્તિનો પ્રતિક છે. આ ઘોડો માટીમાંથી બનાવેલ હોય છે. મોટે ભાગે સફેદ ચૂનામાંથી રંગેલો હોય છે. પરંતુ એ માટીના રંગના એટલેકે આછો રાતો રંગ હોય છે. બધાજ આદિવાસીઓ ઘોડાને દવની સવારી માને છે. ગામડા ના દેવો કે જેનું થાનક ડુંગર પર અથવા વગડામાં હોય છે. તેઓને હીમાહીરો-બંગલોભૂત-રખેવાળ વિગેરે ઘણા બધા નામોથી ઓળખાઈ છે. તેમને વરસમાં એકવાર પાકની લણણી લણણી વખતે ઘોડો ચઢાવે છે.આમ ઘોડો દેવને અપૅણ કરીને પાકની તેમજ ખેતરની અને પોતાના કુટુંબની રક્ષા માટે પ્રાથૅના કરતા હોય છે. અને આસ્થા રાખે છે. દેવોને અન્ય વસ્તુઓ પણ અપૅણ કરે છે.પરંતુ ઘોડો અને સફેદ-લાલ કે કાળી ધજા વરસમા એકવાર અવશ્ય ચઢાવે છે. ક્યારેક ખેતરની વચ્ચે ત્રણ વાંસ ઉભા કરી તેની ઉપર ઘોડાને બેસાડવામાં આવે છે. આમ ચૌધરીઓ ઘોડાને પ્રતિક માને છે.

૭. સ્વસ્તિક

સ્વસ્તિક એક શુભની નિશાની છે.પહેલા એને ભીત પર ચોખાના લોટથી દોરવામાં આવ્યું હતું. પરંતુ હવે કાળક્રમે ચૌધરી લોકો જુદા જુદા પંથો માં જોટાઈ ગયા છે. અને ધામિઁક વૃતિમા આગળ વધી રહ્યા છે. તેવા સમયે શુભ ચિન્હ રૂપે સ્વસ્તિક છે.

૮. ગુજરાત નો નકશો

ભારતભરમાં અનુસૂચિત જન જાતિમાં ચૌધરી જાતિને ગણતરી કરવામાં આવી હોય તેવું માત્ર દક્ષિણ ગુજરાતમાં જ છે. આ વિસ્તાર અનુસુચિત જન જાતિ વિસ્તાર તરીકે અંકીત થયેલ છે. જે દશાઁવેલ છે.

૯. આછો ગેરો રંગ

લોગો ના વચ્ચેના સકૅલમાં (વતુઁળમાં) આછો ગેરો રંગ છે. જે ચૌધરી સમાજના કાચા ઘરો (રહેઠાણો) કે જેની ભીંત વાંસની કાંબડી ની હોય છે. અને તેની પર માટી તથા છાશ મિક્ષ કરી લીપણ કરેલું હોય છે. તેનો રંગ આછો હોય છે.

૧૦. પગલાં

દક્ષિણ ગુજરાત સમસ્ત ચૌધરી સમાજને એક છત્ર હેઠડ લાવવા અંગે ફેડરેશન ની રચના કરવામાં આવેલ છે. મતલબ કે એક કેડી ચીતરી છે. પગથી પાડી છે જે પગલું સમાજ ને ઉત્કષૅનો માગૅ બતાવતું રહેશે અને સમાજને દોરતુ રહેશે. તેવા અહોભાવ સાથે પગલાની પગથી રજુ થયેલ છે. આમ લોગોએ સમસ્ત ચૌધરી સમાજની જીવન શૈલી-રહેણી કરણી-સાંસ્કૃતિકરીત રિવાજો-વ્યવસાય-રૂઢીગત પરંપરાઓ નાં પ્રતિકોનું સંકલન છે. તેથી તેનું “નામાનિધાન” “આમારે વારસો” એટલે કે Our Heritage – ગુજરાતી માં અમારો વારસો એવું કહેલ છે.