સમાચાર

WRITTEN EXAM on 13-09-2009

" ચાલા આપડે બધે હવે એક હોતે "

વ્યક્તિ વિના સમાજ નથી અને સમાજ વિના વ્યક્તિ નથી.

દક્ષિણ ગુજરાત સમસ્ત ચૌઘરી સમાજ ફેડરેશનઃએટલે

ભારતના બંધારણની કલમ ૩૪૫ અન્વયે દેશના આદિવાસીઓને અનામત ની જોગવાઈ કરવામાં આવી છે. તેના લાભાથીઁઓને વિસ્તાર સીડ્યુલ-૫ માં જણાવવામાં આવેલ છે. આ વિસ્તારની અવિકસિકતા-અજ્ઞાનતા-અને સાંસ્કૃતિક સમાજ વ્યવસ્થાના કારણે પછાત રહેલા લોકોને ખાસ લાભ આપી અન્ય સમાજની હરોડમાં લાવવાના પ્રયાસ રૂપે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે. તે અન્વયે ભારત સરકારના જાહેરનામાંની જાતિઓ/વિસ્તાર નકકી કરેલ છે. તેમા ચૌઘરી સુરત જિલ્લો, ચૌઘરી ભરૂચ જિલ્લો તથા વલસાડ જિલ્લા ની (હાલ નવસારી જિલ્લો)જાતિ ઓને અનુસૂચિત જન જાતી ગણવામાં આવી છે.આ જિલ્લા માં આવેલ ચૌઘરી જાતિનું એક મહાસંઘ એટલે દક્ષિણ ગુજરાત સમસ્ત ચૌઘરી સમાજ ફેડરેશન આ ફેડરેશનમાં સમાજના જુદાજુદા યુનિટો સભ્ય છે. તેનો આ મહાસંઘ છે.

સમાજના લોગો વિષેઃ

સમાજના લોગો માં છ(૬)જેટલા જુદા જુદા નીચે મુજબ ના ચિત્રો છે. અને વચ્ચે સ્વસ્તિક છે. અને બેકગા્ઉન્ડમાં ગુજરાતનો નકશો છે. અને કલર આછો ગેરો છે. બાજુ માં પગલા છે.

૧.ડોવડું અને નાચણું
૨.આયા
૩.જુવાર નુ કણસલું
૪.ખેડ કરતો ખેડુત
૫.ઘુમટું
૬.માટીનો ધોડો
૭. સ્વસ્તિક
૮.ગુજરાત નો નકશ
૯.આછો ગેરો રંગ
૧૦.પગલાં

વિસ્તારથી વાંચો...